(1) Biodata : ઉમેદવાર નો એક સારો બાયોડેટા બનાવો. જેમાં બધી જરૂરી બાયોડેટા વિગતો હોય અને 2-3 ગુડલૂકિંગ ફોટો જોય.
(2) Registration : સારી ભુદેવ સંસ્થા ની બુકલેટ અથવા વેબસાઈટ મા બાયોડેટા રેજીસ્ટ્રેશન કરાવો.
અને, Member ID મેળવો જેથી તમને સામેથી સારો રિસ્પોન્સ મળશે.
(3) Set Clear Choice : સામે કેવું પાત્ર જોઈએ છે, તે માટે પોતાનો પ્રેફ્રેંસ અને ચોઈસ નક્કી કરો. આ માટે કયા પેરામીટર્સ નું ધ્યાન રાખવું, તેનું પ્રૉપર list બનાવો.
(4) Regular Search : પોતાની ચોઈસ મુજબ, કોઈ Trusted - Gov. Reg. ભુદેવ સંસ્થા ની વેબસાઈટ, બુકલેટ અથવા વૉટ્સએપ ગ્રુપ મા આવતા બાયોડેટા ચૅક કરતા રહો.
(5) Contact : ચોઈસ મુજબ જે બાયોડેટા તમને પ્રાપ્ત થાય, તે બાયોડેટા, પ્રથમ શોર્ટલીસ્ટ કરો, પછી મેસેજ અથવા ફોન થી કોન્ટેક્ટ કરો.
(6) Response : કોઈ પૅરેન્ટ્સ તમને સામેથી કોન્ટેક્ટ કરે તો તેમને વિનમ્રતા થી સારો, યોગ્ય, નિઃસકોચ, સમયસર, સ્પષ્ટ, રિસ્પોન્સ - રિપ્લાય આપો.
(7) Reciprocate Courtesy : જ્યારે તમારી Request ઉપર તમને કોઈ બાયોડેટા મોકલાવે, તો તમે પણ તેમની Request ઉપર તેમને બાયોડેટા મોકલાવો. આ એક basic courtesy - વિનય - વિવેક - શિસ્ટાચાર છે, જે આપણા મા હોવોજ જોઈએ.
(8) Bhudev Parichay Sammelan : દરેક સંમેલન મા રેજીસ્ટ્રેશન કરાવીને ઉમેદવાર ને રસ-પૂર્વક તેમાં ભાગ લેવડાવૉ. છેવટે તો ઉમેદવારેજ મિટિંગ કરીને પાત્ર-પસંદગી કરવાની છે, ફેરા ફરવાના છે.
(9) Meeting : સકારાત્મક રહો. દરેક પાત્ર સાથે મિટિંગ નો આગ્રહ રાખો. ભુદેવ પસંદગી સંમેલન મા ભાગ લઈને, સ્ટેજ પરિચય, મિટિંગ, વગેરે નો લાભ અવશ્ય લો. તમે, મિટિંગ વગર, ફક્ત ફોટો જોઈને, કોઈને, ના નહિ પાડો. પાત્ર અને પૅરેન્ટ્સ ને સમજવા માટે, સ્પષ્ટતા માટે, મિટિંગ ખુબજ જરૂરી છે. મિટિંગ મા શરમ, સંકોચ, બેદરકારી કે આળસ નહિ કરો. ઘણા કેસ મા મિટિંગ વગર હા કે ના નો નિર્ણય લઇ ના શકાય. એટલે, મિટિંગ નહિ કરો તો સારુ પાત્ર હાથ માંથી જતું રહેશે.
(10) Profile Selection : પાત્ર ના સિલેક્શન મા, ભૌતિક વાતો જેમ કે, દેખાવ, ગાડી, બંગલો, સેલેરી, બેન્ક બેલેન્સ, પ્રોપર્ટી, આ બધું મહત્વ નું તો છે, પરંતુ વધુ મહત્વ અને પ્રાધન્ય, વ્યક્તિ ની વાણી - વર્તન - વિચાર - વ્યક્તિત્વ - સામાજિક સમજશક્તિ - વિવેક - ધૈર્ય - સાદગી - નિખાલસતા - ધર્મિકતા - સંસ્કાર, આ બધી વાતો ને આપવાથી જીવન મા સુખ સમૃદ્ધિ અને શાંતિ રહે છે. આ વાત ખાસ યાદ રાખવી.
(11) Search Suitable Profile : શ્રેષ્ઠ (Best) પાત્ર ની રેસ મા નહિ પણ પોતાની યોગ્યતા, ચોઈસ અને જરૂરત મુજબ, યોગ્ય (Suitable) પાત્ર શોધો. લગ્ન માટે, સમય ની મર્યાદા રાખીને, ઈશ્વર નું નામ લઈને Yes કહીને, આગળ વાંધો.
(12) Good Behaviour : પોતાની વાણી અને વર્તન મા શાલિનતા જાળવી રાખો. કોઈને ના પાડવી હોય તો વિવેક થી અને વિનમ્રતા થી અનુકૂળ નથી એમ કહો. સામેવાળા ને ઉદ્ધતાઈ થી જવાબ આપીને insult નહિ કરો.
(13) Respect Others Decisiin : કોઈ તમને અનુકૂળ નથી એમ કહે, પછી એમની સાથે જોર જબરદસ્તી નહિ કરો. કોઈ ની પાછળ નહિ પડી જાવ. એમને બિનજરૂરી સવાલો કરીને, ક્ષોભ ની સ્થિતિ મા નહિ મુકો. જેમ તમે બીજાને ના કહી શકો છો, તેમ બીજા ને પણ અધિકાર છે તમને ના કહેવાનો. દરેક ની ચોઈસ, ઈચ્છાઓ, ડિમાન્ડ, જરૂરત, પરિસ્થિતિ, અલગ - અલગ હોઈ શકે છે. આ વાત ને સમજો. આપણને અનુકૂળ રહે તેમનો સંપર્ક કરશો , જેમની ઈચ્છાઓ વધારે હોય એમની માટે પોતાનો અમૂલ્ય સમય બરબાદ નહી કરશો. યાદ રાખશો , જો એમની આશાઓ પર તમે ખરા ઉતર્યા તો તે ખુદ પોતે જ તમારો સંપર્ક કરશે.
(14) Self Improvement : બીજાનું ખરું - ખોટું મૂલ્યાંકન કરવા કરતા, પોતાની યોગ્યતા વધારો. પોતાની સમજશક્તિ વધારો. સામેવાળાની ચોઈસ અને નિર્ણય ને માન આપો - રિસ્પેક્ટ આપો. ધીરજ રાખો. સતત પ્રયત્ન અને મેહનત કરો. ઉમેદવાર પાસે મેહનત કરાવો.
(15) Say Timely Yes : લગ્ન ની યોગ્ય ઉંમરમાં જ લગ્ન કરો , સમય હાથ માંથી સરી જશે ઉંમર વધતી જાય તે ઠીક નથી. આનાથી સારું પાત્ર, આનાથી વધારે સારું પાત્ર, એમ, વધુ મા વધુ સારુ શોધવાની દોડ માં નહી પડશો. મોટી ઉંમરે પછી વધુ લેટ-ગો કરવું પડશે.