Biodata મોકલ્યા પછી, સામેથી Reply નથી મળતો, તેના અનેક કારણો પૅરેન્ટ્સ તરફથી અમને મળ્યાં છે :
કામ ની વ્યસ્તતા : અમુક પૅરેન્ટ્સ, એમ કહે છે કે અમને કે બાયોડેટા ઘણા મળે છે પણ રોજિંદા કામ ની વ્યસ્તતા ના લીધે, અમને અને અમારા Son / Daughter ને બાયોડેટા ઓપન કરીને જોવાનો પૂરતો સમય નથી મળતો. એટલે પછી Reply કરવામાં Delay થાય છે.
50-50 ચોઈસ : ઘણા પૅરેન્ટ્સ અમને એમ કહે છે કે, બાયોડેટા મા અમુક વાર ચોઈસ નથી મળતી અને અમુક ચોઈસ મળે છે. એટલે 50%-50% જેવું હોય છે. એટલે Reply કરવામાં હા કહેવી કે ના કહેવી, એમાજ Confuse થઇ જવાય છે, અને પછી Delay થઇ જાય છે.
Time-Zone Difference : ઘણા દીકરા-દીકરીઓ Study અથવા Job purpose ના લીધે, પોતાના પૅરેન્ટ્સ થી દૂર રહેતા હોય છે, જેમ કે બીજા રાજ્ય ના City મા રહેતા હોય, કે NRI તરીકે અન્ય દેશો મા Settle હોય છે. એટલે તેમને, Distance ના લીધે, અથવા Time-Zone difference ના લીધે એક બીજા સાથે જલ્દી સંપર્ક નથી થતો. અને એટલે reply કરવામાં Delay થાય છે.
જન્માક્ષર - કુંડળી : ઘણા પૅરેન્ટ્સ એમ કહે છે, કે, અમે કુંડળી અને જન્માક્ષર - મેળાપક મા માનીયે છે પરંતુ અમુક વખત અમને અમારા જ્યોતિષ - astrologer ને મળવાનો સમય નથી મળતો. અને, અમને જ્યારે સમય ની અનુકૂળતા હોય તો સામે jyotish - astrologers જલ્દી નથી મળતા. એટલે પછી સામે Reply કરવામાં Delay થાય છે.
Many Biodata : અમુક દીકરીઓ ના પૅરેન્ટ્સ કહે છે કે અમને દીકરાઓ ના બાયોડેટા એટલા બધા આવે છે કે બધા બાયોડેટા ને Open કરીને Study કરવાનો સમય નથી મળતો અને તેમને Reply નથી થઇ શકતો.